વરસો જો ઝાંકળ સમું…..

Posted in Uncategorized on ઓક્ટોબર 22, 2010 by ektadesai

 

વરસો જો ઝાંકળ સમું તમે તો પલળી જાશું,

ને એકલા તો વરસતા વરસાદ મા પણ કોરા રહી જાશું…

આપો તમે એક બુંદ નો સાગર તો તૃપ્ત થઇ જાશું ,

નહિ તો નદી કાંઠે પણ પ્યાસા મરી જાશું…

પ્રેમ ના આ સાગર મા તમારી સાથે તારી જાશું.

કે ફના થઇ તમારા મા જ ડૂબી જાશું…

ના જીવી શકીશું તમારા વિના ને મરી જાશું.

ને મરી ને પણ ચેન ના મળ્યું તો સરી જાશું…

ના મૂકશું તમારા પણ ઈલ્ઝામ ને મરી જશું.

ને ખુદા પણ પૂછશે તો ત્યાં પણ ફરી જાશું…

એકવાર કહો તમે તો અમે મરી પણ જાશું.

પણ  હઠ કરી કહો જીવવા તો આ સજા પણ જીરવી જાશું…

તમારા ઇન્તેઝાર મા ચકોર ને પણ શરમાવી જાશું.

ને આરઝુ મા તમારી ખુદા થી પણ લડી જાશું…

 

એકતા

Advertisements

અંધકાર નુ પોતીકું અજવાળું પણ ખોવાયું એની સાથે….!!!

Posted in Uncategorized on ઓક્ટોબર 3, 2010 by ektadesai

આવી રોશની ક્ષણભર ની મહેમાન બની ને

આજ એક અંધકાર ને મળવા

ને ચાલી ગઇ એક મુલાકાત કરી

અને

જુઓ તો

અંધકાર નુ પોતીકું અજવાળું પણ ખોવાયું એની સાથે….!!!

એકતા

ધોધમાર વરસે છે તોય…….

Posted in Uncategorized on ઓક્ટોબર 1, 2010 by ektadesai

ધોધમાર વરસે છે તોય એ બુંદ-બુંદ જ પીવે છે

આભ મળ્યું છે ઉડવાને તોય એ પિંજરામા જ રહે છે

સાગર મળ્યો છે માપવાને તોય એ છિછરામા જ તરે છે

હૃદય મળ્યું છે ચાહવાને તોય એ બુધ્ધિ થી જ જીવે છે

એકતા

ખરી જાત છે આ માણસ ની…..

Posted in Uncategorized on સપ્ટેમ્બર 21, 2010 by ektadesai

ખરી જાત છે આ માણસ ની,ખરા સમયે જ સાથ છોડી દે

ખરી જાત છે આ માણસ ની,વિશ્વાસે ચાલતું વહાણ ક્ષણ ભર મા ડુબાડી દે

ખરી જાત છે આ માણસ ની,પ્રેમ ના નામે રમત રમાડી દે

ખરી જાત છે આ માણસ ની,હું-હું ની લડાઈ મા ખુદ ને જ મિટાવી દે

ખરી જાત છે આ માણસ ની,નફરત ની આડ મા સંબંધ જોડાવી દે

ખરી જાત છે આ માણસ ની, જાત-પાત નાં નામે   રામ રહીમ ને લડાવી દે…

એકતા

ઇચ્છા- મૃત્યુ નું કોઇ વરદાન તો આપો…..

Posted in Uncategorized on ઓગસ્ટ 28, 2010 by ektadesai

ન આવી શકો જો મને લેવા તમે તો

તમારા સુધી પહોંચવાની મંજુરી તો આપો

ન બની શકો જો મંઝીલ તમે તો

પાછા વળવાનો કોઇ રસ્તો તો આપો

ન બની શકો જો મધુર યાદ તમે તો

તમને ભુલવાની કોઇ તરકીબ તો આપો

ન આપી શકો જો ઇચ્છા મુજબ નું જીવન તો

ઇચ્છા- મૃત્યુ નું કોઇ વરદાન તો આપો

એકતા

‘ઝંખના’ ની પેલે પાર રાહ જોવે છે આંખો….

Posted in Uncategorized on ઓગસ્ટ 28, 2010 by ektadesai

લખવા બેસુ ને અટકાય છે કલમ

લાગણી ના નામે કેવા ભરમાય છે શબ્દો

નથી હોતો તું છતાંય વરતાય છે અસર

નામ આવતા તારુ કેવી બદલાય છે નજરો

નામ તારુ રોપું ને મ્હોરી ઊઠે છે ખૂશ્બુ

જુઓ ઊડે-ઊડે કેવો ઊગી નીકળે છે ખાલીપો

‘ઝંખના’ ની પેલે પાર રાહ જોવે છે આંખો

પણ આપી ગયા તમે કેવા નહીં મળવાના વચનો

એકતા

અને હવે બધા મને બળવાખોર કહે છે..!!!!

Posted in Uncategorized on ઓગસ્ટ 1, 2010 by ektadesai

સપનાઓ ને આંખો મા આવવાની સખ્ત મનાઇ હતી, વાસંતી વાયરાઓ માટે પણ કોઇ જગ્યા નહતી, પાંખો ને મારી મેં જ કાપી ને પિંજરા મા પૂરી હતી અને વરસાદ ને પણ વરસવાની કાયમી મનાઈ હતી. આટ-આટલી સખતાઇ છતાં પણ આજે અચાનક થી જ કેટલાક બળવાખોર વરસાદ ના ટિપાંઓ મારી બારી માથી આવ્યા અને મને ભીંજાવી ગયા..!!

આટલું પુરતું ન હોય તેમ મારી બેરંગ આંખો મા ઇન્દ્ધધનુષી સ્વપ્નાઓ સજાવી ગયા…પિંજરામા પુરેલી મારી પાંખો ને આકાશ બતાવી ગયા…કે જાણે એ થોડા ટિપાં, મને આખી ને આખી વહેવડાવી ગયા..!!!

અને હવે બધા મને બળવાખોર કહે છે..!!!!

એકતા