Archive for ફેબ્રુવારી, 2010

એક સલોણાં સ્વપ્ન ને

Posted in Uncategorized on ફેબ્રુવારી 23, 2010 by ektadesai

હરક્ષણ તમારી યાદ છે
ને એક શૂન્યાવકાશ છે
ફરીફરી ને યાદ આવો છો તમે
બસ હવે તો એ જ ફરીયાદ છે
ક્યાંક તો છલકાય છે નદીઓ
ને ક્યાંક આ જિંદગી વેરાન છે
કોઈને મન માંગ્યુ મળે
ને કોઈ મન ઠોકર ખાય
જંગલ સમી જટીલ જિંદગી આ
ને એમાંય આ પ્રેમ કોયડારુપ
એક સલોણાં સ્વપ્ન ને
સંભારે પાર નહીં આવે…
એકતા દેસાઇ

હવે તો તારે આવવું જોઇએ…….

Posted in Uncategorized on ફેબ્રુવારી 23, 2010 by ektadesai

સતત વરસતો આ વરસાદ
ને લહેરાતો ઠંડો આ પવન
કાળાં કાળાં ઉમટેલા આ વાદળો
ને પાણી થી નીતરતા આ વૃક્ષો
ભીની ભીની આ માટી ની મ્હેંક
ને પવન મા વરતાતી તારી આ ખૂશ્બુ
ઝરમર તરસતી આ બુંદો
ને સાદ દઈ બોલાવતો આ મોરલો
વરસાદ ની આ ઢળતી સાંજ ના સોગન,પ્રિયે!!!
હવે તો તારે આવવું જોઇએ…….

એકતા દેસાઈ

ટપક્યું એ આંખ થી તો….

Posted in Uncategorized on ફેબ્રુવારી 23, 2010 by ektadesai

ટપક્યું છે આંખ થી

તો

જરુર થી એ આંસુ જ હશે…

કે

ખોવાયેલી કોઇ ઇચ્છા હશે…

કે

ખોવાયેલું કોઇ શમણું હશે…

કે

ખોવાયેલો હ્ર્દય નો ધબકાર હશે…

કે

ખોવાયેલી એક જીંદગી હશે…

કંઇક તો ખોવાયું છે

કે

પછી બધુ જ ખોવાયું છે…

પણ

ટપક્યું એ આંખ થી તો

જરુર થી આંસુ તો હશે જ….

એકતા દેસાઈ

બસ મારે હવે સુઈ જવુ છે…

Posted in Uncategorized on ફેબ્રુવારી 23, 2010 by ektadesai

વહી જવુ છે,

સરી જવુ છે,

પીગળી જવુ છે,

બસ મારે હવે સુઈ જવુ છે…

એકતા દેસાઈ

दिल को आज…..

Posted in Uncategorized on ફેબ્રુવારી 23, 2010 by ektadesai

दिल को आज समजाना मुश्कील है
तमन्नाओ को यु बेहलाना मुश्कील है
जुस्तजु है तेरी बांहो मे जीने कि
पर हकीकत को ये समजाना मुश्कील है…

एकता देसाई

तन्हा, तन्हा…

Posted in Uncategorized on ફેબ્રુવારી 19, 2010 by ektadesai

चांद तन्हा, सितारे तन्हा
ये आसमां भी तन्हा तन्हा है…
छत तन्हा, दिवारे तन्हा
ये मकान भी तन्हा तन्हा है…
ख्वाब तन्हा, अश्क तन्हा
ये तन्हाई भी तन्हा तन्हा है…
तु तन्हा, मैं तन्हा
ये रिश्ते भी तन्हा तन्हा है…
सांस तन्हा, जींदगी तन्हा
ये मौत भी तन्हा तन्हा है…

एकता देसाई

ચાંદ ના હાથે એક પૈગામ મોકલુ છુ

Posted in Uncategorized on ફેબ્રુવારી 19, 2010 by ektadesai

ચાંદ ના હાથે એક પૈગામ મોકલુ છુ,
ને ઈતેંજાર મા જાગતી એક રાત મોક્લુ છુ.

ચાંદની થી ધોયેલ એક ખ્વાબ મોકલુ છુ,
ને સાથે ગાળેલી એક સાંજ મોક્લુ છુ.

જગમગતા સિતારાઓની એક સૌગાત મોક્લુ છુ,
ને મળવાને તમને આ એક આમંત્રણ મોકલુ છુ.

એકતા દેસાઈ