Archive for મે, 2010

વરસ્યો ધોધમાર તુ….

Posted in Uncategorized on મે 18, 2010 by ektadesai
ના રહી કોઇ બન્દીશ આજે એવો વરસ્યો ધોધમાર તુ
પ્યાસી ધરતી પર આજે  એવો વરસ્યો  બેશુમાર તુ…..
ના રહી કોઇ શિકાયત આજે એવો વરસ્યો અનરાધાર તુ…
રોમ-રોમ ગયુ ભીંજાઈ આજે એવો વરસ્યો અપરંપાર તુ….
ના રહી કોઇ ખલિશ આજે એવો વરસ્યો ભારોભાર તુ…
ખિલી ઉઠી હું પણ આજે એવો વરસ્યો નિઃસ્વાથૅ તુ…
એકતા દેસાઈ

પહેલા અને પછી……….

Posted in Uncategorized on મે 6, 2010 by ektadesai
પહેલા આપણે પ્રેમ મા ખોવાઈ છીએ
અને
પછી પ્રેમ આપણા માથી ખોવાઈ જાય છે…..
પહેલા એક વ્યક્તિ ની આસ-પાસ જીવન હોય છે
અને
પછી એ જ વ્યક્તિ મા જીવન નાસીપાસ હોય છે…
પહેલા એક જ નજરે એક દિશા જોવાતી હોય છે
અને
પછી એ જ દિશા ને જોવાની નજરો બદલાઈ જાય છે…
એકતા દેસાઈ