દરરોજ તું નવી હોય છે જીંદગી….

Posted in Uncategorized on જુલાઇ 21, 2010 by ektadesai
દરરોજ તું નવી હોય છે જીંદગી,
ક્યારેક આગ તો ક્યારેક પાણી હોય છે તું જીંદગી
દરરોજ તું નવી તલાશ હોય છે જીંદગી,
ક્યારેક રસ્તો તો ક્યારેક મંઝીલ હોય છે તું જીંદગી
દરરોજ તું નવી પ્યાસ હોય છે જીંદગી,
ક્યારેક સહરા તો ક્યારેક દરિયો હોય છે તું જીંદગી
દરરોજ તું નવી લડાઇ હોય છે જીંદગી,
ક્યારેક હાર તો ક્યારેક જીત હોય છે તું જીંદગી
એકતા

ફક્ત રાહ જોવાઈ રહી છે…

Posted in Uncategorized on જુલાઇ 20, 2010 by ektadesai

શબ્દો ટળવળે છે મારી ભીતર કશે,

ફક્ત રાહ જોવાઈ રહી છે

કે

તારી અંદર હવે લાગણી નો

એકાદ તો ટશીયો ફુટે..!!!!

એકતા

કોના પુરા થવાની રાહ જોવું છું હું.???

Posted in Uncategorized on જુલાઇ 20, 2010 by ektadesai
દિવસ ઉગતા ની સાથે જ
હું રાહ જોવુ છું એના પુરા થવાની
પણ
પુરા થતા ની સાથે જ એ પાછો ઉગી આવે છે.!!
તો
હકિકત મા કોના પુરા થવાની રાહ જોવું છું હું.???
દિવસ પુરા થવાની
કે પછી
જીંદગી પુરી થવાની..???
એકતા

Posted in Uncategorized on જુલાઇ 3, 2010 by ektadesai

આજે ફરીથી વરસ્યો એ
દિલનાં તાપ લઇ ને
મૂળ તો સ્વભાવ છે એનો
તરસ છીપવાનો,
પણ
વરસ્યો આજે બેસુમાર પ્યાસ લઇ ને ….

એકતા

મારા આ પ્રેમ વિશે છે તમારો ખ્યાલ શું?

Posted in Uncategorized on જૂન 21, 2010 by ektadesai
ભાષા વગર ના બોલ થી દર્ષ્ટિ બોલે સતત કશું
રચાઈ રહ્યું છે આ મારી આસ-પાસ શું?
નજરો થી મળી નજરો કહે છે કશું
હ્રદય સુધી પહોંચે આ શું?
હ્રદય ના આ સ્પંદનો સંભળાવે છે કશું
છે આ તમારું સંગીત શું?
બોલ્યા વગર ના શબ્દો ટળવળે છે કશે
ન બોલાયેલા આ શ્બ્દો કહે છે શું?
ચાહે છે એક જ જવાબ મન હવે
મારા આ પ્રેમ વિશે છે તમારો ખ્યાલ શું?
એકતા

તમે કાગળ પર સરેલી લાગણી….

Posted in Uncategorized on જૂન 21, 2010 by ektadesai
તમે ઝળહતા તેજસ્વી સૂર્ય,
ને અમે તેનું પ્રથમ કિરણ
તમે પૂનમ ના શીતળ ચંદ્ર્,
ને અમે તેની શીતળ ચાંદની
તમે ઝરમર વરસતો વરસાદ,
ને અમે પ્રખર સહરા ની તરસ
તમે ખળખળ વહેતું એક ઝરણું,
ને અમે કાંઠે ખીલેલું એક ફુલ
તમે વિશાળ ખુલ્લું આકાશ,
ને અમે ઝગમગતા તારા
તમે કાગળ પર સરેલી લાગણી,
ને અમે કાગળ પર ના શબ્દો
તમે મિલન ની મધુર યાદ,
ને અમે વિરહ ની વેદના
એકતા

ભસ્મ થવાની ‘ઝંખના’ ને સળગે રોમ્-રોમ મારું…

Posted in Uncategorized on જૂન 17, 2010 by ektadesai
બંધ બારણે મૌસમ હંમેશા જ એક જેવુ રહ્યુ છે,
આ મકાન હંમેશા સાવ ઠંડુ જ રહ્યુ છે…
આ સ્પશૃ ને આ સંબંધ સાવ ઠંડો ને,
ધડકતા હૃદયની ધડકન પણ સાવ ઠંડી રહી છે…
ભસ્મ થવાની ‘ઝંખના’ ને સળગે રોમ્-રોમ મારું,
પણ જુઓ તો ખરા આ ચિતા પણ સાવ ઠંડી રહી છે…
એકતા